ખંભાળિયા પંથકનનું વહાણ યમન નજીક આગમાં લપેટાયું: એક ખલાસી લાપતા

0



- 15 પૈકીના 14 ખલાસીઓને ઓમાન નેવી દ્વારા રેસ્ક્યુ કરાયા

જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સલાયાના "નૂરે અલ માસુમશા" નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધ દરિયે આ વહાણે જળસમાધિ લીધી હોવાના અહેવાલો સાંપડયા છે. તેમાં સવાર 15 પૈકી 14 ખલાસીઓનો બચાવ થયાનું તથા એક ખલાસી લાપતા બન્યો હોવાનુ જાણવા મળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખંભાળિયા તાલુકાના સલાયાના અગ્રણી વહાણવટી આદમ ઇશાક સુંભણીયાની માલિકીનું "અલ નૂરે માસૂમશા" નામનું 1400 ટનનું અને આશરે રૂપિયા છ કરોડ જેટલી કિંમતનું આ વહાણ માલ- સામાન ખાલી કરીને યમનના નિસ્તુન બંદરેથી ગુરુવારે સવારે નીકળ્યું હતું. 15 ખલાસીઓ સાથેનું આ વહાણ ઓમાનના સલાલા બંદરે માલ ભરવા જતું હતું. આ વહાણમાં 15 ખલાસીઓ સવાર હતાં. ગુરુવારના રાત્રીના સમયે આ વહાણમાં અકસ્માતે આગ લાગી હતી અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

આ વહાણના ખલાસીઓને ઓમાનની નેવીએ રેસ્ક્યું કરી અને 14 ખલાસીઓને બચાવ્યા હતા. જ્યારે હમઝા ગની ચમડિયા નામનો એક ખલાસી લાપતા થયો હતો. બાદમાં આ વહાણએ મધદરિયે જળસમાધિ લીધી હતી.

આ બનાવે સલાયા પંથક સાથે વહાણવટી વર્તુળમાં ભારે શોક સાથે ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top