- સપાના સર્વેસર્વા અખિલેશ યાદવનાં નિમંત્રણથી દીદીએ ઉ.પ્ર. ચૂંટણીનાં પ્રચાર યુદ્ધમાં ઝંપલાવ્યું છે
લખનૌ : ઉ.પ્ર.ની ચૂંટણીમાં પ્રચાર માટે, સપાના સર્વેસર્વા અખિલેશ યાદવે આપેલાં આમંત્રણથી પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રચાર-યુદ્ધમાં ઝંપલાવી દીધું છે. તેઓ અખિલેશની સાથે વારાણસીમાં એક રેલીને સંબોધવાનાં છે. ઉ.પ્ર. વિધાનસભા ચૂંટણીનો હવે છેલ્લો તબક્કો બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કસોકસની લડાઈ જામી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે તા. ૩જી માર્ચથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાજ્યની ત્રણ દીવસની મુલાકાતે જવાના છે. સહજ છે કે તેનો હેતુ ભાજપ તરફી ચૂંટણી પ્રચારનો જ છે. તેઓની મુલાકાતના પહેલા જ દિવસે તા. ૩જી માર્ચ મમતા બેનર્જી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સર્વેસર્વા અખિલેશ યાદવની સાથે તેઓ વિશાળ રેલીને સંબોધવાનાં છે.
મમતા બેનર્જીની ઉત્તર પ્રદેશની આ બીજી મુલાકાત છે. આ પૂર્વે પણ તેઓ બે દિવસ માટે રાજ્યની મુલાકાતે આવ્યાં હતાં અને ચૂંટણી પ્રચારમાં લાગી ગયાં હતાં.
દેશનાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાઓની આ ચૂંટણીઓને નિરીક્ષકો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં રીહર્સલ સમાન જ માને છે. રાજકીય નેતાઓ પણ તેમ જ માને છે, અત્યારે તો રાજકારણ ક્ષેત્રે દેશમાં સીધી બે છાવણીઓ જ યોજાઈ ગઈ છે. એક તરફ ભાજપ અને તેના સાથી પક્ષો છે. તો બીજી તરફ દીદી તલવાર તાણી મેદાનમાં આવી ગયાં છે. તેઓ ભાજપ વિરોધી પક્ષો સપા, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ, શિવસેના વગેરેનું નેતૃત્વ લઇ લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરી વડાપ્રધાન પદ માટે અત્યંત ઉત્સુક છે. તેઓએ દેશની ગ્રાન્ડ-ઓલ્ડ-પાર્ટી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો સાથ લીધો નથી. તેથી એક તરફ ભાજપ વિરોધી મતો વહેંચાઈ જવાના છે. તો બીજી તરફ દીદીના સાથી પક્ષો અને દીદી પૂરતા મત મેળવી શકે તે માટે નિરીક્ષકોને શંકા છે.

.png)

.png)