યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પાછા લાવવા શાં પગલાં લેવાયાં છે ?

0

 


- સર્વોચ્ચ અદાલતે પૂછ્યું

- સરકારનો સંપર્ક સાધી આ અંગે માહિતી પૂરી પાડવા એટર્ની જનરલને કોર્ટે આપેલો આદેશ

નવી દિલ્હી : મેડીકલ લાઈનમાં યુક્રેનમાં અભ્યાસાર્થે ગયેલા હજ્જારો ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય શાખાઓમાં પણ ભણી રહેલા વિદ્યાર્થીઓ તથા અન્ય ભારતીયોને સ્વદેશ પાછા લાવવા સરકારે શાં પગલાં લીધાં છે તેની માહિતી આપવા સર્વોચ્ચ અદાલતે આજે એટર્ની જનરલને સરકાર પાસેથી માહિતી મેળવી કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી એન.વી.રામન્નાનાં નેતૃત્વ નીચે રચાયેલી પીઠીકાએ દેશના એટર્ની જનરલ કે.કે.વેણુ ગોપાલને આ પ્રમાણે જણાવ્યું હતું. આ સાથે તેઓએ અરજદારોને તેમની અરજીની એક નકલ પણ વેણુગોપાલને આપવા કહ્યું હતું.

આવા ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ છે. કેટલાક અહીં આવી પણ ગયા છે. તેની અમે 'ના' કહેતા નથી. છતાં તમારી શુભ નિષ્ઠાનો ઉપયોગ કરી કૈંક કરો તેમ પણ મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ વેણુગોપાલને કહ્યું હતું. આપછી એટર્ની જનરલે અરજદારોના વકીલ એ.એમ.દારને પૂછ્યું છે કે શું તે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ રૂમાનિયા પહોંચી ગયાં છે ? ત્યાર દારે કહ્યું ના, તેઓને યુક્રેનનાં દળો સરહદ ઓળંગવા દેતાં નથી. આ પૈકી મોટાભાગની તો વિદ્યાર્થીનીઓ છે જેઓ ઠંડીમાં ઠુંઠવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પાછા ભારત લાવવા માટે ભારત સરકારને કાર્યરત થવા માટેની બે અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં રજૂ થઇ છે. પરંતુ, વિદ્યાર્થીઓનાં ભાવિ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ સંદર્ભમાં મુખ્ય ન્યાય મૂર્તિશ્રીએ એટર્ની જનરલને પૂછ્યું શું મારે પુતિનને યુદ્ધ બંધ કરવા કહેવું ? તમે શું કહો છો ? અમોને પૂરી સહાનુભૂતિ છે, પરંતુ કોર્ટને વિષે શું માર્ગદર્શન આપી શકે ?


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top