- 8 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા
- 8થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ
- ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે
અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 5 દિવસ બાદ એટલે કે 8 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 5 દિવસ બાદ એટલે કે 8 ઓગસ્ટથી બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે 8થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ નોંધાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
8 ઓગસ્ટથી સક્રિય થશે નવી વરસાદી સિસ્ટમ
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં 8 ઓગસ્ટથી નવી હવામાન પ્રણાલી સક્રિય થઈ શકે છે. આ સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે અને 8થી 12 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 3થી 4 ઈંચ વરસાદનું અનુમાન
અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 3થી 4 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. તેથી સ્થાનિક તંત્ર અને નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના
આગાહી મુજબ કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે આ વિસ્તારોમાં સતત ભારે વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. બીજી તરફ મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.



.png)