તાપી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાની મુલાકાત લીધી.
આજરોજ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માન.કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને ખેડૂતો સાથે રૂબરૂ મુલાકાત કરી. ખેતરોમાં પાકની સ્થિતિની સ્થળ મુલાકાત લીધી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો અને એમને સાંત્વના આપી અને જે નુકસાન થયું છે તે ખેડૂતોને સરકાર તરફથી વહેલી તકે યોગ્ય સહાય મળી રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી અને ઉચ્ચ અધિકારીઓને સૂચનો આપ્યા.
જીલ્લામાં નુકસાનના તાત્કાલિક સર્વેક્ષણ, સહાયના નિર્ધારણ અને ચૂકવણીની પ્રક્રિયા ઝડપી બને તે માટે કેબીનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા.સાથે મંત્રીશ્રી જયરામભાઈ ગામિત, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરજ વસાવા જિલ્લાના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
.png)
.jpg)
