દક્ષિણ ગુજરાત - સૌરાષ્ટ્રના 39 તાલુકામાં કમોસમી વરસાદ

0


હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શનિવારે (25 ઓક્ટોબર) સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 39 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે.

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નવસારીમાં છેલ્લા 4 કલાકમાં 4.06 ઇંચથી વધુ વરસાદ થયો છે.

જ્યારે વલસાડના ઉમરગામમાં 2.4 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ, ડાંગના આહવા, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને નવસારીના જલાલપુર તાલુકામાં 1.42-1.42 ઇંચ, વલસાડના કપરાડામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top