- CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો
- સીએનજીનો ભાવ 80.26 રૂપિયા થયો છે.
- હવે મુસાફરી અને બાળકોને સ્કૂલે મોકલવાનો ખર્ચ પણ વધશે.
ગુજરાતના વાહન ચાલકો માટે ફરી એકવાર માઠા સમાચાર આવ્યા છે. ગુજરાત ગેસે CNGના ભાવમાં પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે CNGનો નવો ભાવ ₹80.26 થઈ ગયો છે, જે 1 ઓગસ્ટ થી લાગુ થશે.
વર્ષ 2025ની શરૂઆત સાથે જ ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના પ્રતિ કિલોએ જે 77.76 રૂપિયા ભાવ હતો, તેમાં દોઢ રૂપિયાનો વધારો કરીને 79.26 રૂપિયા કરાયો હતો. આ ભાવ અત્યાર સુધી સ્થિર રહ્યા હતો. પરંતુ આજે ફરી ગુજરાત ગેસ કંપની દ્વારા પ્રતિ કિલોએ 1 રૂપિયો વધારી દેવાયો છે. હવે સીએનજીનો ભાવ 80.26 રૂપિયા થયો છે, જેનો અમલ શુક્રવાર (પહેલી ઓગસ્ટ)થી થશે.
ભાવવધારાનો સીધો ફટકો રિક્ષાચાલકો, સ્કૂલ વાન ચાલકો અને CNG કાર ધરાવતા સામાન્ય લોકોને પડશે. ખાસ કરીને સુરતમાં, જ્યાં 1.5 લાખથી વધુ વાહનો CNG પર ચાલે છે, ત્યાં લોકોનું બજેટ ખોરવાશે. હવે મુસાફરી અને બાળકોને સ્કૂલે મોકલવાનો ખર્ચ પણ વધશે.