વ્યારા તાલુકાના ડુંગરગામે "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
News 16
જુલાઈ 12, 2025
0
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગરગામ ખાતે "એક પેડ મા કે નામ" અભિયાન હેઠળ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજયો.આ કાર્યક્રમમા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ,આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ સૂરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રી મોહનભાઇ કોકણી, તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, જિ. પંચાયતના સભ્યશ્રીઓ, અગ્રણીઓ, વન વિભાગના અધિકારીઓ સહિત ખેડૂતો, શાળાના વિધાર્થીઓ, ગ્રામજનો, પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.