- સિવિલ હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો અનિચ્છિત ધરણાં પર બેઠા
- અત્યાર સુધી કોઈ નિર્ણય ન લેવાતા ફરી સિવિલ હોસ્પિટલને લઈને વિરોધ ચાલુ થયો છે
- વ્યારા ખાતે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી અનિશ્ચિત ધરણા પર બેઠા
તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લાની સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈ સરકારમાં રજૂઆત કરવામાં આવતા ખાનગીકરણ નહીં કરવા અંગે મૌખિક જણાવવામાં આવ્યું હોવાનું આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ હવે ખાનગીકરણ મુદ્દે ફરી આંદોલનના એંધાણ થયા છે. જેમાં આજથી સિવિલ હોસ્પિટલ બહાર આદિવાસી સમાજના લોકો અનિચ્છિત ધરણાં પર બેઠા છે. જેમાં સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ નહીં થાય અને હોસ્પિટલ સરકારી જ રહે એવી માંગ સાથે ધરણાં પર બેઠા છે.
સિવિલ હોસ્પિટલના ખાનગીકરણને લઇને અગાઉ વિશ્વ આદિવાસી અધિકાર દિવસથી સરકારી હોસ્પિટલને ખાનગીકરણથી બચાવવા માટે આંદોલનો ચાલુ થયા હતા અને જિલ્લાના આદિવાસી લોકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સરકાર દ્વારા આદિવાસી સમાજના કેટલાક આગેવાનોને ગાંધીનગર બોલાવીને ખાનગીકરણ ન થાય તે માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું અને લેખિતમાં આપીશું તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી કોઈ નિર્ણય ન લેવાતા ફરી સિવિલ હોસ્પિટલને લઈને વિરોધ ચાલુ થયો છે. આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે સિવિલ હોસ્પિટલના ગેટ પાસે જ્યાં સુધી યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી અનિશ્ચિત ધરણા પર બેઠા છે.
"જ્યાં સુધી અમને સરકારી હોસ્પિટલ સરકારી રાખીશું તેવું લેખિતમાં ન આપે ત્યાં સુધી અમારું આ પ્રતીક ધરણાનું આંદોલન ચાલુ રહેશે." - સોનગઢ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યુસુફ ગામીત