- વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં લાઈટ ગૂલ થઈ
- લાઈટ ન હોવાના કારણે શાળામાં વિદ્યાર્થીઓ હેરાન થયા
- દક્ષિણ ગુજરાતમાં વીજળી સંકટ ઉભુ થયું
વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢમાં લાઈટ ગૂલ થઈ છે. લાઈટ ન હોવાના કારણે શાળામાં વિદ્યાર્થીઓ હેરાન થયા છે. આગ ઝરતી ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વીજળી સંકટ ઉભુ થયું છે. સુરત,તાપી,ભરૂચ,રાજપીપળામાં એક કલાકથી વીજળી ગૂલ છે. DGVCL હેઠળ આવતા વિસ્તારોમાં વીજળી જતા લોકોને હાલાકી પડી છે. સુરત ગ્રામ્ય વિસ્તારોમાં પણ એક કલાકથી લાઈટ નથી. આગ ઝરતી ગરમી વચ્ચે તાપીમાં પણ એક કલાકથી લાઈટ નથી. જોકે, એક કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત થઈ જશે તેવો DGVCLએ દાવો કર્યો છે.
સુરત, ભરૂચમાં લાઈટ ગૂલ થતા ફેક્ટરી, કારખાનાઓમાં કામકાજ ઠપ થયા છે. દક્ષિણ ગુજરાતમાં લાઈટ ગૂલ થતા સરકારી કચેરીઓમાં કામકાજ ઠપ થઈ ગયા છે. અચાનક ઈલેક્ટ્રિક શટડાઉનથી હીરા-કાપડ ઉદ્યોગને ભારે અસર થઈ છે. લાઈટ ગૂલ થતા લોકોએ માળિયા પરથી હાથ પંખા ઉતારી હવા ખાવા લાગ્યા છે.
દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રિપ થતા સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટ છવાયો છે. 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઉભી થઈ છે. જેના કારણે 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ ખોરવાતા વીજ પુરવઠાથી 32,37,000થી વધુ ગ્રાહકો આકરી ગરમીમાં શેકાવા મજબૂર બન્યા છે.