- અસામાજિક તત્વો જે લોકોને રંજાડતા હોય તેની સામે દાદાનું બુલડોઝર કામ કરી રહ્યું છે
- રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદેસર બાંધકામ પર પણ દાદાનું બુલડોઝર ચાલ્યું
- અસામાજીક તત્વો વિરુધ્ધ કડક પ્રિવેન્ટીવ કાર્યવાહી કરવામાં આવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સામાજિક તત્વોને એક ચેતવણી આપવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને હવે આ ચેતવણીને લઈને ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વો જે લોકોને રંજાડતા હોય તેની સામે દાદાનું બુલડોઝર કામ કરી રહ્યું છે અને અસામાજિક તત્વોના ગેરકાયદેસર ઘરને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ઉધનાના વાજપાઈ આવાસમાં રહેતા કુખ્યાત આરોપી રાહુલ એપાર્ટમેન્ટના ગેરકાયદેસર બાંધકામ પર પણ દાદાનું બુલડોઝર ચાલ્યું અને ઉધના પોલીસે અસામાજિક તત્વોને એક કડક ચેતવણી આપી કે કાયદાનું પાલન કરશો તો જ ફાયદામાં રહેશો નહીંતર પોલીસ દ્વારા ટાંટીયા તોડ સર્વિસ તો કરવામાં આવશે જ પરંતુ સાથે ગેરકાયદેસર બાંધકામો પર પણ આ પ્રકારે બુલડોઝર ફેરવવામાં આવશે.
સુરત મહિધરપુરા વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. માથાભારે ઈસમો તેમજ અસામાજીક તત્વો વિરુધ્ધ કડક પ્રિવેન્ટીવ કાર્યવાહી કરવામાં આવી. મહિધરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે કોમ્બિંગ. પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા કાર્યવાહી. અસામાજીક ગુનાહિત પ્રવૃતી આચરતા ઈસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરાઈ. કોમ્બીંગ દરમ્યાન અસામાજીક તત્વો,ખંડણી, પ્રોહીબીશન, જુગારના ગુનામા સંડોવાયેલ આરોપીઓ વિરુધ્ધ કાર્યવાહી. આ સાથે દાદાનું બુલડોઝર સુરતમાં પહોંચ્યું હતું અને ગુંડાઓની ગેરકાયદે સંપતિઓ પર બુલડોઝર ફરી વળ્યું હતું.