ભારતની દીકરી અને નાસાના અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર ઘરવાપસી કરી

0
  • સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા હતા
  • સ્પેસએક્સ કેપ્સ્યુલમાં સમસ્યાને કારણે એક મહિનાનો વધુ વિલંબ.
ભારતની દીકરી અને નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સની રાહ આજે પૂરી થઈ ગઈ. નાસાના અવકાશયાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ હવે પૃથ્વી પર પાછા આવી ચુક્યા છે. નવ મહિના પછી તેની ઘર વાપસી થઈ છે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના સુધી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા હતા. તેમને પૃથ્વી પર લાવવા માટેના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા. પણ હવે સફળતા મળી. નાસાએ વહેલી સવારે આ મોટા સમાચાર આપ્યા છે. એલન મસ્કના સ્પેસએક્સ અને નાસાએ સંયુક્ત રીતે આ મિશન પૂર્ણ કર્યું છે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયાના થોડા કલાકો પછી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને સ્પેસએક્સ કેપ્સ્યુલ પેરાશૂટથી મેક્સિકોના અખાતમાં ઉતર્યું. ફ્લોરિડા પેનહેન્ડલમાં તલ્લાહસીના કિનારે આ લેન્ડિંગ થયું. આ પછી, દુનિયાભરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. એક કલાકમાં, અવકાશયાત્રીઓ તેમના કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા અને કેમેરા સામે હાથ હલાવતા અને હસતા જોવા મળ્યા. આ પછી, તેમને નિયમિત મેડિકલ તપાસ માટે સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યા. 

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના પહેલા અવકાશમાં ગયા હતા. ગયા વર્ષે બોઇંગની ટેસ્ટ ફ્લાઇટમાં ખામી આવવાને કારણે આ અવકાશયાત્રીઓ અવકાશમાં ફસાયા હતા. 5 જૂને બોઇંગના નવા સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર લોન્ચ થયા પછી બંનેના એક કે બે અઠવાડિયામાં પાછા ફરવાની અપેક્ષા હતી. પરંતુ સ્પેસ સ્ટેશનના રસ્તામાં એટલી બધી સમસ્યાઓ આવી કે આખરે નાસાએ સ્ટારલાઇનરને ખાલી પાછું મોકલવું પડ્યું અને ટેસ્ટ પાઇલટ્સને સ્પેસએક્સમાં ટ્રાન્સફર કરવા પડ્યા. આ પછી, સ્પેસએક્સ કેપ્સ્યુલમાં સમસ્યાને કારણે એક મહિનાનો વધુ વિલંબ થયો.

એવું લાગતું હતું કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ક્યારેય પાછા આવી શકશે નહીં. તેમને પૃથ્વી પર પાછા લાવવાનું મિશન ઘણી વખત મુલતવી રાખવું પડ્યું. એવામાં બધા જ ચિંતામાં મૂકાઈ ગયા હતા. પરંતુ આખરે 9 મહિના પછી, તેમની સુરક્ષિત રીતે ઘર વાપસી થઈ ગઈ છે.

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર લાવવા માટે, નાસા અને સ્પેસએક્સે 13 માર્ચે ફાલ્કન 9 રોકેટ દ્વારા ક્રૂ-10 મિશન લોન્ચ કર્યું. સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન ફાલ્કન-9 રોકેટને શુક્રવારે સાંજે (સ્થાનિક સમય) ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું. આ મિશન હેઠળ જ બંને ઘરે પાછા ફર્યા.




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top