29 પાક. જવાનના મોત, ટ્રેન હાઈજેકના 30 કલાક બાદ સામે આવ્યું પાકિસ્તાનના PMનું પહેલું નિવેદન

News.in
0
જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક થવાની ઘટનાએ આખા પાકિસ્તાનને હચમચાવી દીધું હતું. આ ઘટનામાં મોટી સંખ્યામાં પાકિસ્તાની જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમાચાર એજન્સી AFP સાથે વાતચીતમાં એક સેના અધિકારીએ જણાવ્યું કે, 27 નોન-ડ્યૂટી સૈનિકોની ટ્રેનમાં જ હત્યા કરી દેવાઈ, જ્યારે એક સૈનિક ઓપરેશન દરમિયાન માર્યો ગયો. બીજી તરફ BLA દાવો કરી રહ્યું છે કે, અત્યાર સુધીમાં 100 મુસાફરો માર્યા ગયા છે.




જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કેસ પર પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે ટ્રેન હાઇજેકની નિંદા કરી છે અને તેને આતંકવાદી ઘટના ગણાવી છે. શાહબાઝે એમ પણ લખ્યું છે કે, સેનાએ કાર્યવાહી કરી છે અને ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમમાં મોકલી દીધા છે.

શહબાઝ શરીફે 'X' પર લખ્યું છે કે, 'મેં મુખ્યમંત્રી સરફરાઝ બુગતી સાથે વાત કરી, જેમણે મને જાફર એક્સપ્રેસ પર થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના હાલના ઘટનાક્રમો અંગે માહિતી આપી. આ કાયરતાપૂર્ણ કૃત્યથી આખો દેશ ઘેરા આઘાતમાં છે અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાથી દુઃખી છે. આવા કાયર કૃત્યો પાકિસ્તાનના શાંતિ માટેના સંકલ્પને ડગમગાવી શકશે નહીં.'

પાકિસ્તાનના પીએમએ પોસ્ટમાં લખ્યું છે કે, 'હું શહીદોના પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. અલ્લાહ તેમને જન્નમાં સ્થાન આપે અને ઘાયલોને ઝડપથી સાજા કરે. ડઝનબંધ આતંકવાદીઓને જહન્નુમ(નર્ક)માં મોકલવામાં આવ્યા છે.'

190 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા: પાકિસ્તાન

બુધવારે બલૂચિસ્તાનમાં બલૂચ લડવૈયાઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનનું અપહરણ કર્યું હતું. આ ઘટનાને લગભગ 30 કલાક વીતી ગયા છે. પાકિસ્તાન સરકારનું કહેવું છે કે તેમણે 190 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ ઘટનામાં બલૂચ લિબરેશન આર્મીના 70-80 આતંકીઓ સામેલ હોવાનું કહેવાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top