GSRTC Jobs: એસ.ટી વિભાગમાં ITI પાસ યુવાઓ માટે નોકરીની તક, 05/01/2025 સુધી ફ્રોમ ભરી શકાશે

0
ITI કરેલા યુવાઓ માટે સરકારી નોકરીની મોટી તક આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ 1685 જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવશે. આ માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
GSRTC

GSRTCની બહાર પડેલી હેલ્પરની ભરતી માટે અરજી કરવા ઉમેદવારે સરકાર માન્ય ITIમાંથી મિકેનિક મોટર વ્હીકલ/ મિકેનિક ડીઝલ/ જનરલ મિકેનિક/ ફીટર/ ટર્નર/ ઇલેક્ટ્રિશીયન/ સીટ મેટલ વર્કર/ ઓટો મોબાઈલ બોડી રીપેરર/ વેલ્ડર/ વેલ્ડર કમ ફેબ્રીકેટર/ મશીનીસ્ટ/ કારપેન્ટર/ પેઇન્ટર જનરલ/ ઓટો મોબાઈલ પેઇન્ટર રીપેરરમાં ઓછોમાં ઓછા 1 વર્ષનો કોર્ષ કરેલો હોવો જોઈએ.

અરજી કરવા માટેની વયમર્યાદા
એસ.ટી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ભરતી માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ સુધી હોવી જોઈએ. એટલે કે 5 જાન્યુઆરી 1990 થી 6 જાન્યુઆરી 2007 વચ્ચે જન્મેલા ઉમેદવારો હેલ્પરની પોસ્ટ માટે અરજી કરી શકશે.

અરજી ફી અને પગાર ધોરણ 
એસ.ટી વિભાગમાં હેલ્પરની પોસ્ટ માટે અરજી કરતા જનરલ કેટેગરીના ઉમેદવારોએ 300+GST અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ 200+GST અરજી ફી ભરવી પડશે. ભરતી પ્રક્રિયામાં પસંદ થનારા ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ માસિક 21,100 રૂપિયાના કરાર આધારિત નિમણૂંક અપાશે. 5 વર્ષની સેવા સંતોષકારક રીતે પૂરા થયા બાદ તેમને નિયમ મુજબ ભથ્થા અને લાભો મળશે.

કેવી રીતે કરશો અરજી?
  • સૌથી પહેલા https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • આ બાદ 'કરન્ટ એડવર્ટાઈઝમેન્ટ' પર ક્લિક કરો.
  • આ બાદ તમારે GSRTC ભરતી પર ક્લિક કરવાનું રહેશે.
  • બાદમાં GSRTCમાં હેલ્પરની ભરતીની બાજુમાં રહેલા 'એપ્લાય નાઉ' પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મ ખુલવા પર તમારી તમામ વિગતો ભરો.
  • આ બાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરી નાખ્યા બાદ ફીની ચૂકવણી કરો.
  • ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ કઢાવીને રાખો.





























ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top