Tapi: નિઝરના રાયગઢ બસ સ્ટોપ પાસેથી રોડ ક્રોસ કરતી ગાયને બચાવવા જતાં ટ્રકને બોલેરો પીકઅપ અથડાઇ

0

તાપીમાં ટ્રક અને બોલેરો પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નિઝરના રાયગઢ બસ્ટઓપ પાસેથી રોડ ક્રોસ કરતી ગાયને બચાવવા જતાં ટ્રક અને બોલેરો પીકઅપ અથડાઇ હતી, જેમાં બોલેરો પીકઅપ રોડ સાઈડ પલ્ટી ખાઇ જતાં ચાલક સહિત અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બોલેરો પીકઅપમાં બેસેલE લોકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

તાપી જિલ્લાના નિઝર તાલુકાનાં રાયગઢ ગામનાં બસ સ્ટોપ પાસે આજે ટ્રક અને બોલેરો પીકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘવાયેલા બોલેરો પીક અપના ચાલક સહિત પિકપમાં બેસેલ અન્ય લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવમાં પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધ્યો છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર, નિઝરના રાયગઢ બસ સ્ટોપ પાસે આજે એક બોલેરો પીકઅપ પસાર થઇ રહ્યુ ંહતું. જે વેળાએ રસ્તા પરથી ગાય પસાર થઈ રહી હતી. રોડ ક્રોસ કરતી ગાયને બચાવવા જતાં ટ્રક અને બોલેરો પીકઅપ અથડાઇ હતી. જેમાં બોલેરો પીકઅપ રોડ સાઈડ પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં ચાલક સહિત અન્ય લોકોને ઇર્જાઓ થતા સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં ઘવાયેલા બોલેરો પીકઆપ વાહનના ચાલક સહિત અન્ય લોકોને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો તેમજ ગ્રામજનો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે અકસ્માત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top