તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ, નિઝર, ઉચ્છલ સહિત કુકરમુંડા તાલુકાઓમાં વરસાદે છુટાછવાયાં ઝાપટાં પડ્યાં હતાં. જ્યારે ચાર તાલુકામાં વિરામ લેતાં કોરોકટ ઉઘાડ રહ્યો હતો. સમગ્ર જિલ્લામાં મેઘરાજા રિસાયા હોય એમ એમ વિરામ લેતાં આજે જિલ્લાનાં તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં.
તાપી જિલ્લાના બપોર પછી આગાહીને લઈને વાદળછાયું વાતાવરણ થઈ જવા પામ્યું હતું. જ્યારે આજે બે દિવસના વિરામ બાદ એકંદરે સારો રહ્યો છે. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ફરી વખત ઠંડક પ્રસરી ગઇ છે. રવિવારે મેઘરાજાએ જિલ્લામાં અમુક તાલુકાના ગામોમાં ધમાકેદાર શરૂઆત કરી હતી અને ખેડૂતોને રાહત મળી હતી. ત્યાતે વાલોડ, સોનગઢ, ડોલવણ તાલુકાના ગામોમાં આજે ઝાપટાં પડ્યાં હતાં. જેને લઇ ખેડૂતોએ રાહત અનુભવી હતી.


.png)