નવા સ્વાગત પોર્ટલમાં એસ્કેલેશન મેટ્રીક્સનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. તેથી માહે જૂન-2024ના સ્વાગત કાર્યક્રમમાં ફેરફાર થયો છે. જેની તાપી જિલ્લાના તમામ નાગરિકોએ નોંધ લેવાની રહેશે.
કાર્યક્રમમાં થયેલા ફેરફાર મુજબ તાપી જિલ્લામાં તમામ તાલુકાઓમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.25-6-2024 ને મંગળવારના રોજ યોજાશે. જ્યારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.29-6-2024 ને શનિવારના રોજ તથા રાજ્ય સ્વાગત કાર્યક્રમ તા.29-6-2024 ને શનિવારના રોજ યોજાશે.
નવા સ્વાગત પોર્ટલમાં એસ્કેલેશન મેટ્રીક્સનો અમલ શરૂ કરવામાં આવતા માહે જૂન-2024 માસમાં તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા કરાયેલી અરજીઓ તથા રૂબરૂમાં મળેલી અરજીઓની ડેટા એન્ટ્રી નવા પોર્ટલમાં કરવામાં આવશે. એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવાયું છે.


.png)