દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે પીએમ મોદીથી લઈને ઘણા મંત્રીઓ સુધી બધા યોગ દિવસનો ભાગ બની રહ્યાં છે.
દર વર્ષે 21 જૂને મનાવાય છે આ દિવસ
ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે યોગ દિવસની ઉજવણીની પહેલ ભારતમાંથી જ કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું.



.png)