તાપી જિલ્લાની વ્યારા ટ્રાફિક પોલીસ અને RTO વ્યારા દ્વારા ઝુંબેશ હાથ ધરી, 50થી વધુ વાહનોને દંડ કરવામાં આવ્યા

0
રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી અંગેની ઝુંબેશ ચાલી રહી છે. જ્યારે હવે શાળાઓ શરૂ થતા પોલીસ દ્વારા સ્કૂલ વાન ચેકિગ કરવાની તાપી જિલ્લાની વ્યારા ટ્રાફિક પોલીસ અને RTO વ્યારા દ્વારા ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં વાહનો જપ્ત કરાયા અને વાહનોને 50થી વધુ વાહનોને દંડ કરવામાં આવ્યા હતા.
રાજકોટમાં ગેમ ઝોનમાં અગિ્નકાંડ થયા બાદ સફાળી જાગી ઉઠેલી સરકારે રાજ્યભરમાં શાળા કોલેજો, ટ્યુશન ક્લાસીસ, મોલ, હોસિ્પટલ, કચેરીઓ, જાહેર સ્થળોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા, જ્યારે અનેકને નોટિસો પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ શાળાઓ શરૂ થતા સરકારે સ્કૂલ બસ અને વાન તેમજ રિક્ષાઓની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેના પગલે વ્યારા શહેર પોલીસ અને RTO પોલીસે આજે સ્કૂલવાન ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.


શહેરના ટ્રાફિક પીએસઆઇ ચિરાગ પટેલ અને RTOના અધિકારી અજય મેવાડા સહિત પોલીસ સ્ટાફે બાળકોને શાળાએ લઈ જતા વાહનોની પરમિટ, ફિટનેસ, પીયુસી, સીએનજી વાહન હોય તો તેનું સર્ટિફિકેટ, સ્કૂલ બસની માન્યતા, ડ્રાઇવરના લાઇસન્સ, વીમો, આરટીઓ પાસિંગ સહિતના સાધનિક કાગળોની તપાસ હાથ ધરી હતી. જેમાં સ્કૂલ વાહન તરીકે ફરતા વાહનોને તપાસ કરવામાં આવ્યા હતા. જ્યારે વાહનોને મેમા પાવતી આપવામાં આવી હતી. ત્યારે સ્કૂલ વાન ચલાવતા લોકોમાં ફફડાટ મચી જવા પામી હતી..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top