રાજ્યમાં ચોમાસા (Monsoon)ને લઈને હવામાન વિભાગે મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર ચોમાસું (Monsoon) નવસારી સુધી પહોંચી ગયું છે પણ હાલ સિસ્ટમ નબળી પડી ગઈ છે. સાથે જ આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી હવામાન વિભાગે કરી છે.
- હવામાન વિભાગની આગાહી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની શક્યતા છે.
- કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ (Rain) થઈ શકે છે.
- અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ (Rain)ની શક્યતા છે.
- આગામી ચાર દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ (Rain) થવાની શક્યતા છે.
- 20 જૂને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ (Rain) થઈ શકે છે.
- હાલ ચોમાસુ ગુજરાતના દક્ષિણ ભાગ, ખાસ કરીને નવસારી સુધી પહોંચી ગયું છે.
- રાજ્યમાં ચોમાસા (Monsoon)ની સિસ્ટમ હાલ નબળી પડી છે, પરંતુ આગામી દિવસોમાં તે ફરી સક્રિય થવાની શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસું (Monsoon) ધીમે ધીમે પગલાં લેતું આગમન થઈ રહ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ (Rain) વરસ્યો હતો અને આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ (Rain) ખાબક્યો હતો.
સુરત અને ભરૂચમાં ધોધમાર વરસાદ (Rain): સુરત જિલ્લાના પીપલોદ, ઉમરા, રાંદેર, ડુમસ, અને
અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ (Rain) ખાબક્યો હતો.
ભરૂચ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું હતું, ખાસ કરીને અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ (Rain) વરસ્યો હતો. કાપોદ્રા, ગડખોલ, ભડકોદ્રા, પીરમાણ અને કોસમડી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ (Rain) પડ્યો હતો.
ખેડૂતોમાં ખુશીનો માહોલ:
આ વરસાદ (Rain)થી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે કારણ કે વાવણીલાયક વરસાદ (Rain) શરૂ થવાથી પાકને ફાયદો થશે. ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહેલા લોકોને પણ આ વરસાદ (Rain)થી રાહત મળી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ (Rain) વરસ્યો છે. અમરેલીના બાબરામાં સૌથી વધુ બે ઈંચ વરસાદ (Rain) નોંધાયો છે. ડાંગ, અમરેલી, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકા સહિતના અન્ય વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ (Rain) પડ્યો છે.

.png)