મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ વાલોડની CHC હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી

0
મહુવા વિધાનસભાનાં ધારાસભ્ય મોહન ઢોડીયા દ્વારા તાપી જિલ્લાની વાલોડ CHC હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. જેમાં કોઈ ત્રુટીઓ બહાર આવી ન હતી. તે અંગે તેમણે સલાહ સૂચનો કર્યા તેમજ અહીં મળતી તમામ સારવારને લગતી સવલતો અંગેની જાણકારી મેળવી.

ધારાસભ્ય મોહન ઢોડીયાં દ્વારા આજે તાપી જિલ્લાની વાલોડ સ્થતિ CHC હોસ્પિટલની અચાનક મુલાકાત લેતાં હોસ્પિટલ સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. અચાનક જ ધારાસભ્ય સિવિલ હોસ્પિટલમાં આવી પહોંચતા સંચાલકો પણ તેમની સાથે સિવિલ હોસ્પિટલના નિરીક્ષણ માટે દોડી ગયા હતા.


હોસ્પિટલમાં મળતી સવલતો અંગે જાણકારી મેળવી
વાલોડ CHC હોસ્પિટલમાં સમગ્ર વાલોડ તાલુકા તેમજ આસપાસનાં ગામો સુધીના લોકો સારવાર અર્થે આવે છે. અહીં રોજની ઓપીડી થતી હોય છે, જેને લઈને વાલોડ CHC હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં રહે છે. ત્યાં દર્દીઓને કયા પ્રકારની સારવાર મળે છે અને કયા પ્રકારની સવલતો અહીં છે અને કઈ સવલતો બાકી છે. આ તમામ અંગેની જાણકારી મોહન ઢોડિયાંએ મેળવી હતી.

દર્દીઓને સુદ્રઢ સેવા મળે તેવું આયોજન કરાશે
મોહન ઢોડિયાંએ જણાવ્યું હતું કે, જિલ્લામાં સૌને સારી સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવતા રહે છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ અમે દરેક હોસ્પિટલ, સારવાર કેન્દ્રો પર રૂબરૂ જઈ સ્થળ તપાસણી કરી, દર્દીઓને અહીં સારી સારવાર મળી રહે તેવા પ્રયત્નો કરીએ છીએ. ત્યારે દર્દીઓને સૌથી ઉત્તમ સવલત અને સેવા કેવી રીતે મળે તે માટેના આયોજન અંગે તેઓ વિચારી રહ્યા છે અને દર માસે સિવિલ હોસ્પિટલના સંચાલકો સાથે વિશેષ બેઠક યોજી પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે ચર્ચાઓ કરશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top