ભારતનો અફઘાનિસ્તાન સામે 47 રને વિજય,, સૂર્યાની દમદાર બેટીંગ, બુમરાહ-અર્શદીપના કહેરે અપાવી જીત

0
ટી20 વર્લ્ડકપ-2024ની સુપર-8માં ભારતનો અફઘાનિસ્તાન સામે 47 રને વિજય થયો છે. ભારતે પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત 20 ઓવરમાં આઠ વિકેટે 181 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં અફઘાનિસ્તાની ટીમે 20 ઓવરમાં 134 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે દમદાર બેટીંગ કરી ફિફ્ટી ફટકારી હતી, જ્યારે બોલિંગમાં જયપ્રિત બુમરાહ અને અર્શદીપનો જાદુ જોવા મળ્યો હતો. આ સાથે ભારતે સુપર-8ની તેની ત્રણ મેચોમાંથી પ્રથમ મેચ જીતી લીધી છે.



સૂર્યકુમાર યાદવની દમદાર બેટીંગ
ભારત તરફથી ઓપનિંગમાં આવેલો કેપ્ટન રોહિત શર્મા માત્ર આઠ રને આઉટ થયો હતો. જોકે ત્યારબાદ વિરાટ કોહલીએ 24 રન, ઋષભ પંતે 20 રન, સૂર્યકુમાર યાદવે 53 રન, શિવમ દુબેએ 10 રન, હાર્દિક પંડ્યાએ 32 રન, રવિન્દ્ર જાડેજાએ સાત રન, અક્ષર પટેલે 12 રન અને અર્શદીપ સિંઘે અણનમ બે રન નોંધાવ્યા હતા. જ્યારે બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંઘે ત્રણ-ત્રણ, કુલદીપ યાદવે બે અને અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ખેરવી હતી.

અફઘાનિસ્તાનના ટોપ-3 બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા. ટીમ તરફથી સૌથી વધુ રન અમાતુલ્લા અમરઝાઈએ 26, નજીબુલ્લાહ જર્દને 19, ગુલબદીન નાઈબે 17 રન નોંધાવ્યા હતા, જ્યારે બાકીના તમામ ખેલાડીઓ નિષ્ફળ ગયા હતા. બોલિંગની વાત કરીએ તો અફઘાન તરફથી ફઝલહક ફારુકી અને રાશિદ ખાને ત્રણ-ત્રણ વિકેટ ખેરવી હતી, જ્યારે નવીન-ઉલ-હકે એક વિકેટ ખેરવી હતી.

ભારતની ખરી કસોટી ઓસ્ટ્રેલિયા સામે
ભારતે સુપર-8ની તેની કુલ ત્રણ મેચોમાંથી આજે એક મેચમાં વિજય મેળવ્યો છે. હવે ભારતનો આગામી મુકાબલો 22 જૂને બાંગ્લાદેશ સામે, ત્યારબાદ 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે.

અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
રહમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ જાદરાન, નજીબુલ્લાહ જાદરાન, હજરતુલ્લાહ જજઈ, ગુલબદીન નાયબ, અજમતુલ્લાહ ઉમરજઈ, મોહમ્મદ નબી, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહેમદ, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી

ભારતની પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top