- ૮૦ થી વધુ કરોડપતિ પરિવારો છે
- હિવરેબજાર ગામના વિકાસના કામોથી પ્રભાવિત થઈને પોતાના ગામ વિસ્તારમાં આ મુજબના કામો કરવા માટે પ્રેરણા મેળવી
મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું પોતાની સ્વનિર્ભર શાસનવ્યવસ્થાના જોરે ભારતનું કરોડપતિઓનું ગામ એટલે હિવેર બજાર. આ વિશ્વવિખ્યાત ગામની મહુવા તાલુકાના કાછલ ગામના પૂર્વ સરંપચ નરેનભાઈ ચૌધરી, માંડવી તાલુકાના વદેશિયા ગામના પૂર્વ સરંપચ મિત્તલભાઈ ચૌધરી, રેગામાં ગ્રુપ ગ્રામ પંચાયતના સરંપચ ચિરાગભાઈ ચૌધરી તેમજ નવસારી જિલ્લાની મહુડી પૂણી ભૂનવાડી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ હીતેન પટેલ દ્વારા આ ગામની મુલાકાત લેવામાં આવી હતી.
ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત હિવરે બજાર ગામના સરપંચ પોપટરાવ માણિકજીની સાથે આ ચારેય ગામના સરપંચો- પૂર્વ સરપંચોએ સાફલ્યા ગાથાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. જેમાં પોપટરાવજીએ જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં ગામમાં દુકાળ પડયો હતો. ત્યારે ગામમાં આજીવિકાની કોઈ વ્યવસ્થા ન હતી ગામમાં વ્યસનનું દુષણ વ્યાપી ગયું હતું. આવી પરિસ્થિતિમાં વર્ષ ૧૯૮૩માં મે સરપંચ પદ સંભાળ્યું હતું અને ગામમાં બદલવા લાવવા માટે બીડું ઝડપ્યું હતું. ગામને દુકાળની પરિસ્થતિમાંથી બહાર લાવવા ગ્રામજનોના સહકારથી જળસંચય માટે કામ કર્યું અને આજે ગામમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની કોઈ તકલીફ નથી ગામમાં કોઈ વ્યસની નથી. વ્યસનને લગતી કોઈપણ વસ્તુ વેચાતી નથી. ગામના લોકો ખેતી અને પશુપાલન કરી આથિક રીતે સમૃદ્ધ થયા છે. આજે ગામમાં ૮૦ થી વધુ કરોડપતિ પરિવારો છે અને ગામના ૧૦૦ થી વધુ પરિવારજનો સરકારી નોકરીઓ કરે છે. આ ગામને ૧૦૦૦થી વધુ એવોર્ડ મળ્યા છે. અને ગામમાં ધોરણ ૧૦ સુધીની સરકારી શાળા છે. દ.ગુ.ના ચારેય ગામના અગ્રણીઓએ હિવરેબજાર ગામના લોકભાગીદારીથી થયેલા વિકાસના કામોથી પ્રભાવિત થઈને પોતાના ગામ વિસ્તારમાં આ મુજબના કામો કરવા માટે પ્રેરણા મેળવી હતી.
.jpeg)

.png)