બારડોલી બેઠક પર BJPની જીતની હેટ્રિક, પ્રભુભાઈ વસાવાએ કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરીને હરાવ્યા

0

EVM મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવાની જીત

ભાજપના પ્રભુભાઈ વસાવાને 7,63,950  મત મળ્યાં
કોંગ્રેસના​​​​​​ સિદ્ધાર્થ ચૌધરીને 5,33,697 મત મળ્યાં
ભાજપની 2,33,253 મતની લીડથી જીત

બારડોલી લોકસભા બેઠક 2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે

બારડોલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની જીત થઈ છે. ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તા.16 માર્ચ 2024ના રોજ જાહેરાત કરી હતી. ત્યારથી રાજકીય પાર્ટીઓ પૂર જોશમાં ચૂંટણી જીતની આશાવાદી અભિગમ સાથે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ હતી. જો કે, તૈયારીઓ અને મહેનત વાયદાઓ અને વિશ્વાસી અભિગમનો પરિણામ આજે આવી ગયો છે. વાત કરીએ બોરડોલી લોકસભા બેઠકની અહીં ભાજપના પ્રભુ વસાવા V/S કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો.

કોણ છે પ્રભુ વસાવા?
પ્રભુ વસાવાએ રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. માંડવી વિધાનસભામાં કોંગ્રેસ તરફથી બે ટર્મ ચૂંટાયા હતાં. 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતાં. 2014માં બારડોલી લોકસભામાં ભાજપ તરફથી ચૂંટાયા હતા. 2019માં પણ જીત મળી હતી. ભાજપે ત્રીજી વાર રિપીટ કર્યા છે. સહકારી આગેવાન છે. સંગઠનક્ષેત્રે પણ સારી કામગીરી છે.

કોણ છે સિદ્ધાર્થ ચૌધરી?
સિદ્ધાર્થ ચૌધરીના પિતા આદિવાસી સમાજમાં આગળ પડતું નામ છે. સિદ્ધાર્થ ચૌધરીના પિતાએ અપક્ષ ઉમેદવાર તરીકે અમરસિંહ ચૌધરીને હરાવ્યા હતા. કોંગ્રેસે યુવા નેતા તરીકે આગળ કર્યા છે. સ્થાનિક સ્તરે એકંદરે સ્વીકૃત ચહેરો છે. તેઓ નિર્વિવાદીત છબી ધરાવે છે. વ્યારાના પીઢ કોંગ્રેસીઓ સાથે નિકટતા ધરાવે છે. સહકારી ક્ષેત્રે સક્રિય છે.

બારડોલી બેઠકનો ઈતિહાસ
2008ના સીમાંકન બાદ બેઠક અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી બે ટર્મથી બારડોલી બેઠક ભાજપ પાસે છે. વર્ષો સુધી આ બેઠક કોંગ્રેસના વર્ચસ્વવાળી રહી છે. સુરત અને તાપી જિલ્લામાં વહેંચાયેલી બેઠક છે. અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે.

કયાં વર્ષે કોણ ચૂંટણી જીત્યા ?
વર્ષ - સંસદ સભ્ય - પક્ષ

2009 - તુષાર ચૌધરી - કોંગ્રેસ

2014 - પરભુભાઈ વસાવા - ભાજપ

2019 - પરભુભાઈ વસાવા - ભાજપ

બારડોલીમાં કઈ વિધાનસભા સમાવિષ્ટ?
માંગરોળ
માંડવી
કામરેજ
બારડોલી
મહુવા
વ્યારા
નિઝર

બારડોલીનું જ્ઞાતિ સમીકરણ
આદિવાસી સમાજના પ્રભુત્વવાળી આ બેઠક છે. હળપતિ, ગામિત, વસાવા, ચૌધરી મતદારોનો પ્રભાવ છે. અહીં જનરલ અને બક્ષીપંચ મતદારો પણ નિર્ણાયક છે

બોરડોલી બેઠક પર 64.81 ટકા મતદાન
બોરડોલી લોકસભા બેઠકની વાત કરીએ તો અહીં 64.81 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં માંગરોળમાં 68.88 ટકા તો માંડવીમાં 74.58 ટકા જ્યારે કામરેજમાં 46.50 ટકા, બારડોલીમાં 63.58 ટકા, મહુવામાં 68.58 ટકા તો વ્યારામાં 73.68 ટકા તેમજ નિર્ઝરમાં 79.64 ટકા મતદાન નોંધાયું હતુ.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top