ગુજરાતના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે. આગામી ત્રણ કલાકમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, નર્મદા, અરવલ્લી, તાપી, વલસાડ, ડાંગ, દાહોદ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.જ્યારે જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા બે દિવસની સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

.png)