તાપી જિલ્લા ખાતે ચાલુ વર્ષે વરસાદ ખેંચતા ખેડૂતોએ રોપણી અને વાવણી ચાલુ ન થતાં ખેડૂતો ની હાલત ની કફોડી બની હતી.તેવા સમયે ગત રાત્રે મેઘરાજા એ આગમન કરતા વ્યારામાં શનિવારના રાત્રે 63 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં રાહત થઈ હતી.જોકે રવિવારે મેઘરાજા એ દર્શન આપ્યા ન હતા.
તાપી જિલ્લામાં જૂન માસમાં વરસાદ ન આવતા આકાશી અને ચોમાશુ ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી હતી.જૂન માસ માં તાપી જિલ્લા માં ખેતી ચાલુ થઈ જાય છે. પરંતુ વરસાદ ન આવતા અને પાણી ના અભાવે ખેડૂતો સારા વરસાદ ના આગમન જોઈ રહ્યા હતા. જેની સામે ચાલુ વર્ષે જૂન માસ અડધો કોરાકટ નીકળી જતા તેમજ ચોમાસુ ખેંચાઈ જતા તાપી જિલ્લા ના સાત તાલુકા વ્યારા ,વાલોડ,ઉચ્છલ,નિઝર ,સોનગઢ વાલોડ ડોલવણ અને કુકરમુન્ડા ના ધરતીપુત્રો માં ચિંતા નો માહોલ છવાયો હતો.જોકે હાલ ધીમે ધીમે તાપી જિલ્લા માં વરસાદના આગમન ને લઈ ખેડૂતોના રાહત થઈ રહી છે.શનિવાર ના રાત્રે વ્યારા માં 63 મીમી વરસાદ ને લઈ ખેડૂતો માં ખુબ રાહત થઈ હતી.સારા વરસાદ ની શક્યતા એ ખેડૂતો ખેતી કામ માં જોડાયા હતા.


.png)