દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ:ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી, વૃક્ષ નીચે દબાતા મહિલાનું મોત

Study Material
0

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાતમાં 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સવારે વલસાડ બાદ હવે ભરૂચ તેમજ અમરેલીમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા વૃક્ષ નીચે દબાઈ જતા એક મહિલાનું મોત નિપજ્યું છે. તો બીજીતરફ અમરેલીમાં ખાંભા સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન અને કડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા છે. તો સવારે વલસાડના વાપી તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.

ભરૂચમાં ધોધમાર વરસાદ, મહિલાનુંં મોત
ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તવરા નજીક જાહેર માર્ગ પર વૃક્ષ ધસી પડતા એક ગાડી અને રીક્ષા દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

ગઈકાલે વલસાડ જિલ્લાના કપરાડા તુલાકામાં 6 MM, વલસાડ તાલુકામાં 3 MM મળી કુલ 9 MM વરસાદ આજે સવારે પુરા થતા 24 કલાકમાં નોંધાયો હતો. જ્યારે આજે વાપી તાલુકામાં 3 MM વરસાદ નોંધાયો હતો. વરસાદ પડતાં સ્થાનિક લોકો વરસાદમાં ભીંજાયા હતા. સાથે સ્થાનિક લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી હતી.

આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે
ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. જેના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આગામી પાંચ દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે
9 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
10 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય આગાહી છે.
11 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
12 જૂનના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.
13 જૂનના રોજ સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top