સોનગઢના ગુણસદા ગામના બંગલી ફળિયામાં રહેતાં આશિષ રેવાભાઈ ગામીત ગત તા.3/6/24 ના રોજ ઘરે હતો.આ સમયે તેમના કુટુંબી ભાઈ જીવણ ગામીત તેમને ત્યાં આવ્યાં હતાં અને કહ્યું કે મારી દીકરી પ્રિયંકા બહેન ગામીત આવતી કાલે હોસ્ટેલમાં જવાની છે જેથી તેને તું સોનગઢ ના કિલ્લા પર ફેરવી લાવ.આથી આશિષ ગામીત પોતાની બાઈક નંબર GJ-26-S-4758 પર બહેન પ્રિયંકા ને બેસાડી કિલ્લા તરફ જવા નીકળ્યો હતો.કિલ્લા નજીક જ્યાં પગથિયાં શરૂ થાય છે એ સ્થળે બાઈક ને લોક કરી પાર્ક કરી તેઓ કિલ્લા તરફ ગયા હતા.એકાદ કલાક બાદ તેઓ કિલ્લા પર થી પાર્કિંગમાં આવતાં તેમની બાઈક નજરે પડી ન હતી.બાઈક ની આસપાસ શોધખોળ કરવામાં આવતાં તેનો કોઈ પતો લાગ્યો ન હતો.આખરે આશિષ ગામિતે સોનગઢ પોલીસ મથકે રૂપિયા 30,000 ની કિંમતની બાઈક ચોરી કરી જવા સંદર્ભે અજાણ્યા ચોર ઈસમ સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.અત્રે નોંધનીય છે કે કિલ્લા થી અંદાજિત 300 મીટર પહેલાં પગથિયાં શરૂ થાય છે ત્યાં પાર્કિંગ આવેલ છે પણ ત્યાં કોઈની પણ હાજરી જ જોવા મળતી ન હોવાથી બાઈક ચોર નું કામ આસાન થઈ ગયું હતું.
.jpeg)

.png)