- આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ અણુમાલા-વ્યારા એસ.ટી.બસ.ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું
- બસમાં મુસાફરી કરીને મુસાફરો સહિત કન્ડકટરને સ્વચ્છતા જાળવવા અંગે અનુરોધ કર્યો
- શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની સુવિધામાં વધારો થયો
તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાના લોકોને વ્યારા સુધી આવવા-જવા માટે એસ.ટી.બસની સુવિધાની જરૂરિયાત હતી. લોકલાગણીને કેન્દ્રમાં રાખીને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિએ આજરોજ અણુમાલા-વ્યારા એસ.ટી.બસ.ને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રી કુંવરજી હળપતિએ "સલામત સવારી, એસ.ટી.અમારી" સૂત્રને સાર્થક કરવા માટે બસમાં મુસાફરી કરીને મુસાફરો સહિત કન્ડકટરને સ્વચ્છતા જાળવવા અંગે અનુરોધ કર્યો હતો.
ઉચામાળા જવા માટે લોકોને કલાકો સુધી રાહ જોઈને ગામનાં લોકોને ઉભુ રેહવું પડતું હતું. હવે બસનું લોકાર્પણ થવાથી અંતરિયાળ ગામોમાં વસતાં લોકોને વ્યારા આવવા જવા માટે વધુ સંઘર્ષ કરવી નહિ પડે. લોકાર્પણ કરાયેલી નવીન લોકલ બસ સવારે 9:30 કલાકે અણુમાલાથી વ્યારા જવા માટે ઉપડશે. જે સાંજે 05:00 કલાકે વ્યારાથી અણુમાલા પરત ફરશે. અહીંના શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોની સુવિધામાં વધારો થયો છે. એસ.ટી.બસ સેવાનો પ્રારંભ થતા આ વિસ્તારના લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.


.png)