વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે, શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખવાને માટે પ્રાચીનકાળથી યોગ એક કારગત નીવડ્યું છે, જેને વિશ્વ ફલક પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે અને આજના દિવસને દુનિયાભરમાં નવમાં યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
યોગનું મહત્ત્વ સમજાવવાને માટે અને તે શરીર માટે કેટલું લાભદાયી છે, તે લોકો સમજે તે માટે યોગ દિનની ઉજવણી છેલ્લા નવ વર્ષથી વિશ્વભરમાં કરાઈ છે. તાપી જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ રહી છે, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓ પર એકસાથે યોગ કર્યા હતા.
જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં કરાયો હતો. જેમાં જિલ્લા વિકાશ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના બાળકો અને યોગ પ્રેમીઓએ એકીસાથે મોટી સંખ્યામાં ભેગા મળી યોગ ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોગ કર્યા હતા.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ' થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકો યોગ સાથે જોડાય અને યોગનું મહત્ત્વ સમજે એ હેતુથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલા આઇકોનીક સ્થળ ઇકો ટુરિઝમ આંબાપાણી ખાતે સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે નાગરિકો-શાળાના બાળકો સહિત જિલ્લામાંથી પ્રતિનિધિત્વ કરતા અધિકારી-કર્મચારીઓ યોગ કરી યોગમય બન્યા હતા.


.png)