- સી.આર.પાટીલનાં વરદ હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
- છત્રપતિ શિવાજી મહારાજની 19 ફૂટ ઊંચાઈ ધરાવતી પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમાં
તાપી જિલ્લાના વડા મથક વ્યારા નગરમાં વર્ષોથી હિન્દુ સમાજની માંગ હતી કે નગરમાં હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની 19 ફૂટ ઊંચાઈ ધરાવતી પૂર્ણ કદની અશ્વરૂઢ પ્રતિમાં સ્થાપિત કરવામાં આવે તે સ્વપ્ન હવે તારીખ 6 જૂનના ઐતિહાસિક શિવરાજ્યાભિષેકના રોજ પૂર્ણ થશે નવસારીનાં સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનાં હસ્તે નગરના "શિવ તીર્થ" છત્રપતિ શિવાજી મહારાજ ચોક વ્યારા ખાતે શછત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય અને દિવ્ય અશ્વરૂઢ પ્રતિમાનું અનાવરણ કાર્યકમ યોજાશે.
વ્યારા નગરના છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા અનાવરણને લઈને શ્રી છત્રપતિ શિવાજી જયંતી મહોત્સવ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ( 6 જૂન ) છઠ્ઠી જૂનના રોજ નગરના શ્રી રામ તળાવ ખાતે આવેલ દત્તકૃપા સોસાયટી ખાતે થી બપોરે 03:00 કલાકે છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી ને જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પુર્ણ થઈ શોભાયાત્રા જાહેર સભામાં ફેરવાશે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલનાં વરદ હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની 19 ફૂટની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

.png)