6 એક્ઝિટ પોલમાં NDA 350 પાર, I.N.D.I.A.ને 125-161 બેઠકો; MP, રાજસ્થાનમાં ભાજપને એકતરફી લીડ

0


લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે પરિણામ 4 જૂને આવશે. પરંતુ તે પહેલા વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.

6 એક્ઝિટ પોલમાં NDAને 350થી વધુ વોટ અને I.N.D.I.A.ને 125થી 161 બેઠકો મળવાની આશા છે.

ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા પોલ અનુસાર, I.N.D.I.Aને તામિલનાડુમાં 33-37 બેઠકો અને ભાજપને 2-4 બેઠકો મળવાની સંભાવના છે.

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાંનું આજે મતદાન પૂર્ણ થયું છે. જેમાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો સમાવેશ થાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી સીટ પણ સામેલ છે. ત્યારે આજે મતદાન પૂર્ણ થયા બાદ વિવધ એક્ઝિટ પોલના આંકડા સામે આવવાના છે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચના અંદાજિત આંકડા મુજબ પ્રથમ અને બીજા તબક્કામાં કુલ મતદાનની ટકાવારી અનુક્રમે 66.01 ટકા અને 66.07 ટકા નોંધાઈ. જ્યારે ત્રીજા તબક્કામાં લગભગ 65.68% મતદાન થયું છે. તો ચોથા તબક્કામાં 69.16 ટકા જ્યારે પાંચમાં તબક્કામા 62.2 ટકા અને છઠ્ઠા તબક્કામાં 63.37% મતદાન નોંધાયું છે. જ્યારે આજે સાતમાં તબક્કાનું મતદાન અત્યારે સુધીમાં 58.34 ટકાથી વધુ નોંધાયું છે.











ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top