વાલોડ તાલુકાના વેડછી ગામે નદી ફળિયામાં દીપડાએ કોઢારમાં બાંધેલ બકરાનો શિકાર કરવા હુમલો કરતા પશુ પાલક જાગી જતા શિકાર મૂકી દીપડો ભાગી છૂટ્યો હતો. આ બનાવ બનતા ગ્રામજનોએ દીપડાને પાંજરે પુરવા પાંજરું મુકવા અરજ કરી, વાલોડ તાલુકામાં સતત બીજી વખત પશુધન પર હુમલો થયો હતો.
વાલોડ તાલુકામાં દીપડા દ્વારા ગતરોજ વાલોડ ગામના દોડકિયા ખાતે દીપડાએ વાછરડા પર હુમલો કરવાનો બનાવ બન્યાની હજી શાહી સુકાઈ નથી ત્યારે આજે વેડછી ખાતે નદી ફળિયામાં રહેતા રાજેશભાઈ મદારી ભાઈ ચૌધરીનાઓ બકરા અને અન્ય પશુ પાલન સાથે ખેતી કરે છે, ઘરે કોઢારમાં બાંધેલ બકરા ઉપર રાત્રિના સમયે હુમલો કરતા પશુપાલકને થયેલ શોર બકોરમાં દીપડા અને ઢોર ઢાંખરનો અવાજ સાંભળી પશુપાલક જાગી ગયા હતા. સૌ પ્રથમ લાઈટ ચાલુ કરતા દીપડો ભાગતો જોવા મળ્યો હતો, પશુ પાલકની સમય ચુકતાને કારણે દીપડાએ શિકાર મૂકી ભાગી છૂટયા હતો, બકરાને ગળાના ભાગે હુમલો કરી ઇજાઓ કરી હતી, બકરાને ગળાના ભાગે પકડ્યું હોય સ્થળ પર મરણ થયું હતું, આ અંગેની જાણ વન વિભાગના જશવંતભાઇ પટેલને જાણ કરી હતી, આર. સી. એસ. એસ.જી. ના સભ્ય ઇમરાનભાઈ વૈદ સાથે સ્થળ પર તપાસ કરતા દીપડાએ હુમલો કર્યા હોવાનું બહાર આવ્યું હતું.
સપ્તાહમાં બીજીવાર એક જગ્યાએ હુમલો રાજેશભાઈને ત્યાં અઠવાડિયામાં સતત આ બીજા બકરા પર હુમલો કરી બકરાને શિકાર કરી ગયો છે, આ બંને બકરાની કિંમત 40000 થી વધુ હોવાનું મનાઇ રહ્યું છે, પરંતુ ગરીબ પશુપાલકોના બકરાઓનું વળતર વન વિભાગ આપે તે માટે પશુપાલકને વેટરનરી તબીબના પ્રમાણપત્રની જરૂર હોય છે. પરંતુ દીપડાએ હુમલો કર્યો એ બાબતે અસમંજસ રહેતા તબીબના પ્રમાણપત્ર ન મળતા સહાય મળવામાં વિલંબ થાય છે,


.png)