Tapi: વ્યારાના કપુરા ગામનાં પટેલ ફળિયા અજાણ્યાં વાહનચાલકે સાયકલને અડફેટે લેતાં આધેડનું મોત

0
વ્યારાના કપુરા ગામનાં પટેલ ફળિયાનાં હનુમાનજીના મંદિરનાં સામે જાહેર રોડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે સાઈકલ ચાલકને પાછળથી અડફેટે લેતાં સાઈકલ ચાલક આધેડનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે વ્યારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં કપુરા ગામનાં પટેલ ફળિયામાં રહેતા જશવંતભાઈ હીરાભાઈ ગામીત (ઉં.વ.63)એ સવારનાં સમયે ઘરેથી પોતાની સાઈકલ લઈ કપૂરા બસ સ્ટેશન પાસે વાયર લેવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન કપુરાથી સરૈયા જતાં રોડ ઉપર કપુરા ગામનાં પટેલ ફળિયાનાં હનુમાનજીના મંદિરનાં સામે જાહેર રોડ ઉપર કોઈક અજાણ્યા વાહન ચાલકે વાહન પુરઝડપે હંકારી લાવી જશવંતભાઈની સાઈકલને પાછળથી અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો.

જોકે આ અકસ્માત જશવંતભાઈને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, તેમજ જમણા હાથનાં કોણીનાં ભાગે ફેક્ચર થતા સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ સ્થળ ઉપરથી નાશી છૂટ્યો હતો. બનાવ અંગે રવીન્દ્રભાઈ લખિયાભાઈ ગામીતએ અજાણ્યા વાહન ચાલક વિરુધ વ્યારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top