તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દોડકિયા ગામે છેલ્લા કેટલાક દિવસથી ગામની સીમમા દીપડો આંટાફેરા મારી રહ્યો હતો. અવાર નવાર સ્થાનિકો અને ખેડૂતોને દીપડાના સગડ મળ્યા હતા. આ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો છે. વન વિભાગને માહિતી મળતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ટીમે દિપડાનો કબજો લીધો છે.
દોડકિયા ગામના ખેડૂતોએ દીપડાના ભયને લીધે રાત્રે ખેતરે જવાનું બંધ કર્યુ હતું. મુસાફરો પણ દોડકિ યાનાં માર્ગેથી પસાર થતા ડરતા હતા. દીપડાના ભયને પરિણામે રાત્રે સમગ્ર પંથકમાં કરફ્યુ જેવું વાતાવરણ થઈ જતું હતું. સ્થાનિકોએ વન વિભાગને આ સમસ્યાનું નિવારણ કરવા જણાવ્યું હતું. વન વિભાગે આ વિસ્તારમાં દીપડાની પકડવાનું બીડુ ઝડપ્યું અને વ્યવસ્થાઓ શરૂ કરી હતી. વન વિભાગે એક પીંજરૂ દીપડાની અવર જવરના સ્થળે ગોઠવ્યું હતું. આ પાંજરામાં મારણની લાલચે એક ખૂંખાર 5થી 6 વર્ષનો દીપડો પુરાઈ ગયો હતો.
દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોના ટોળેટોળા સ્થળ પર એકત્ર થયા હતા. વન વિભાગની ટીમને ખબર મળતાં જ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી.ટીમે દીપડાનો કબજો લીધો હતો.પાંજરે પુરાઇ ગયેલ દીપડો પાંચ થી છ વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ વન વિભાગની ટીમ દ્વારા દીપડાને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરાઈ છે.


.png)