તાપી જિલ્લામાં હાલ વોન્ટેડ આરોપીને પકડવાની કામગીરી પોલીસ દ્વારા પૂરજોશમાં હાથ ધરાય છે. અગાઉ 30થી વધુ આરોપીઓને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એન. જી. પાંચાણી અને પીએસઆઇ ટીમ સાથે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે કોમ્બીંગ નાઇટ રાઉન્ડમાં નિકળેલા હતા. તે દરમિયાન સાથેના પો.કો. પ્રકાશભાઇ તથા અ.પો.કો. અરૂણભાઇ ને મળેલ બાતમી આધારે વ્યારા પોલીસ મથક માં કામે વોન્ટેડ આરોપી આકાશ રહે, કોલદાગામ તા.નવાપુર જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) હાલ વ્યારા ઉનાઇ નાકા ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ પાસે ઉભો છે.
બાતમી આધારે પો. સ. ઈ. જે.બી.આહિર તથા એલ.સી.બી. પોલીસ માણસો સાથે વ્યારા નગરના ઉનાઈ નાકા ત્રણ રસ્તા બસ સ્ટેન્ડ પાસેથી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી- આકાશ બળવંતભાઇ વસાવે ઉ.વ.25 ધંધો. મજૂરી રહે.કોલદાગામ હોળી ફળીયા તા.નવાપુર જી.નંદુરબાર ને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.



.png)