લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા આઇ.સી.ડી.એસ વિભાગ પણ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે અંગે જાગૃતિ લાવવા અમૂલ્ય યોગદાન આપી રહ્યુ છે. આજરોજ તાપી જિલ્લાની 1055 જેટલી આંગણવાડી કેન્દ્રોમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 5828- કિશોરીઓ, 3288-સગર્ભા અને 3821-ધાત્રીઓ દ્વારા મહેંદી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ “VOTE FOR BETTER INDIA" સુત્રોને સાર્થક કરવા અંગેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. બહેનોએ મતદાન જાગૃત્તિ માટેના વિવિધ સંદેશા દર્શાવતી મહેંદી પોતાના હાથોમાં રચી તાપી જિલ્લાના તમામ નાગરિકો તેમાય ખાસ મહિલા મતદારોને આગામી 7મી મે ના રોજ અચૂક મતદાન'કરવા અંગેનો સંદેશો પાઠવ્યો હતો.
વ્યારા ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ તથા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી-2024 માં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો.વીપીન ગર્ગ અને તાપી જિલ્લાના સ્વીપ નોડલ અધિકારી ધારા પટેલના નેતૃત્વમાં જિલ્લામાં વિવિધ સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.


.png)