રાજકોટમાં ટીઆરબી ગેમ ઝોનમાં બનેલી આગની ગોઝારી ઘટનાના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. જેને લઇને જમઝોન પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ફાયર NOC ન હોય એવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા છે. ફિક્થ એલે ગેમ ઝોન સામે સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ 7 ગેમ ઝોનના માલિક અને મેનેજરો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 7 ગેમ ઝોનના સંચાલકો અને મેનેજરો સહિત કુલ 22 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.
ગેમ ઝોનના 22 માલિકો-મેનેજરો સામે ગુનો દાખલ
સુરતમાં ચાલતા ગેમ ઝોનમાં ખાસ કરીને પાલિકા, ડીજીવીસીએલ, ફાયર, માર્ગ એન્ડ મકાન વિભાગે પોલીસની સાથે ચેકિંગ કર્યું હતું. જેમાં કેટલાક ગેમ ઝોનમાં તો ફાયરની પરમિશન પણ લેવામાં આવી ન હતી. ઉપરથી કેટલાકમાં ઈમરજન્સી એકઝીટ ગેટ પણ બનાવવામાં આવ્યા ન હતા. સાથે પાલિકાના પ્લાન પ્રમાણે કામ પણ કરવામાં આવ્યું ન હતું, જેથી પોલીસે 5 ગેમ ઝોનના 14 માલિકો અને મેનેજરો સામે મોડીરાત્રે ગુનો નોંધવામાં આવ્યો છે.
17 ગેમ ઝોનની તપાસ 5માં ક્ષતિ સામે આવી
મળતી માહિતી પ્રમાણે, પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત શહેરમાં આવેલ ગેમ ઝોનમાં પોલીસ વિભાગ, સુરત મહાનગર પાલિકા, ફાયર વિભાગ, માર્ગ અને મકાન વિભાગ અને DGVL દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. 17 ગેમ ઝોનના માલિક, સંચાલકો સાથે રાખી જરૂરી દસ્તાવેજ અને સંલગ્ન વિભાગોની જરૂરી પરવાની ચકાસણી અને સ્થળ ઉપર ફાયર અને બાંધકામની અને ઇલેક્ટ્રીકલ પાવર સંબંધીત જરૂરી ચકાસણી કરી હતી. જે પૈકી 5 ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોની જરૂરી પરવાના અંગેની ક્ષતિ જણાઇ આવતા તે ગેમ ઝોનના માલિક, સંચાલકો વિરૂધ ઇ.પી.કો. કલમ-336 અને જી.પી.એક્ટ કલમ- 131(ક) મુજબ ગુના રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


.png)