નવસારીના ચીખલી તાલુકાના અલીપુર ગામ પાસે આવેલી ફર્નિચર બનાવતી કંપનીમાં બપોરના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસની ચાર ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
નવસારીના ચીખલી તાલુકાના અલીપુર ગામ પાસે આવેલી મયુર ફર્નિચરમાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી હતી. ઘટનાના પગલે ચાર ફાયર બ્રિગેડના ફાયર ફાઈટરો ઘટનાસ્થલ પર પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ગણતરીની મિનિટોમાં જ ફર્નિચર કંપનીમાં લાગેલી આગ વિકરાળ બનતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને જીવ અધ્ધર થયા હતા. કંપનીમાં ફાયર સેફ્ટીના તમામ નિયમોનું અમલીકરણ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માગ કરી હતી. જ્યારે નાયબ મામલતદારે કહ્યું હતુ ંકે, જો આ બનાવમાં કોઈની બેદરકારી જણાશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે.

.png)