બારડોલી લોકસભા બેઠક પરથી બહુજન સમાજ પાર્ટીમાંથી ઊભા રહેલા ઉમેદવાર દ્વારા કોંગ્રેસને ટેકો અપાયો છે. બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર રેખા બહેન ચૌધરી દ્વારા કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું.
બારડોલી લોકસભા બેઠક માટે કુલ ત્રણ ઉમેદવાર હતા. જેમાં કોંગ્રેસ, ભાજપ અને બીએસપી સીધા મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસને બીએસપી દ્વારા ટેકો જાહેર કરવામાં આવતા બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારને કોંગ્રેસના ઓબ્ઝરવર અને પૂર્વ ધારાસભ્ય પુનાજી ગામીત દ્વારા ખેસ પેહરાવી આવકારવામાં આવ્યા હતા.લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસ રહ્યા છે. ત્યારે, આજે બારડોલી લોકસભા ઉમેદવારોમાંથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. હવે બારડોલી લોકસભા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ સર્જાયો છે.


.png)