વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીથી ઉમેદવારી નોંધાવવાની તારીખ નક્કી, 13મી કરશે રોડ શૉ

0
14મી મેએ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા તેઓ 13મી મેના રોજ વારાણસીમાં રોડ શો યોજાશે. વારાણસી લોકસભા બેઠક પર પહેલી જૂને મતદાન થશે. આ દરમિયાન વારાણસીમાં ચૂંટણી પ્રચાર માટે ભાજપના રાષ્ટ્રીય અને રાજ્યના નેતાઓ મેના બીજા સપ્તાહથી વારાણસી પહોંચવાનું શરૂ કરશે અને નાની જાહેર સભાઓ કરશે. તેઓ પન્ના પ્રમુખો સાથે બેઠકો, મતદારોનો સંપર્ક અને સમાજના વિવિધ લોકો સાથે બેઠક પણ યોજશે.




વારાણસીમાં પ્રચાર માટે નેતાઓની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ

મળતા અહેવાલો મુજબ ભાજપે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની વારાણસી (Varanasi)માં ચૂંટણી પ્રચાર માટે દિગ્ગજ નેતાઓની યાદી બનાવવાની શરૂ કરી દીધી છે અને કાર્યકર્તાઓ પાસે પણ યાદી માંગવામાં આવી રહી છે. વડાપ્રધાનના રોડ શોને ભવ્યરૂપ આપવા માટે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ (Sunil Bansal) અને ગુજરાતથી આવેલા જગદીશ પટેલે (Jagdish Patel) બેઠકો શરૂ કરી દીધી છે. આમાં મહિલા મોર્ચો પણ મોટી ભૂમિકા નિભાવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top