આ નંબર પર SMS મોકલીને માત્ર 15 સેકન્ડમાં મળી જશે મતદાન કાપલી

0
ચૂંટણી પંચે મતદાનના દિવસે ઘરે બેઠા માત્ર એક SMS દ્વારા વોટ સ્લિપ મેળવવાની સુવિધા શરૂ કરી છે. હવે કોઈપણ મતદાર મતદાનના દિવસે ઘરે બેસીને તેના મોબાઈલ ફોન પરથી SMS મોકલીને વોટ સ્લિપ મેળવી શકશે.



તેમણે કહ્યું કે વોટ સ્લિપ મેળવવા માટે મતદારે તેના મોબાઈલના મેસેજ બોક્સમાં જઈને ECI <space> (તમારો મતદાર આઈડી નંબર) દાખલ કરવો પડશે અને 1950 નંબર પર SMS મોકલવો પડશે. ઉદાહરણ તરીકે ECI SWD3456789 પર 1950 પર SMS કરો. SMS મોકલ્યાની માત્ર 15 સેકન્ડમાં વોટ સ્લિપ મળી જશે. ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા માટે લેવાયેલ ખૂબ જ પ્રશંસનીય પગલું છે.

લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, હવે ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (7 મે)ના રોજ થશે. ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 25 બેઠકો પર મતદાન થશે. આ સિવાય કર્ણાટકની 14 અને ઉત્તર પ્રદેશની 10 સીટો પર મતદાન થશે. નોંધનિય છે કે, અત્યાર સુધી દેશમાં 190 લોકસભા સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. ત્રીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થવાનું છે. ચાલો જાણીએ કે, વોટિંગ કયા સમયે શરૂ થશે અને ક્યાં અને શું વ્યવસ્થા છે.

વાસ્તવમાં, 12 રાજ્યોની 93 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. ગુજરાત (25 બેઠકો), ઉત્તર પ્રદેશ (10), મહારાષ્ટ્ર (11), આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), પશ્ચિમ મતદાન બંગાળ (4), દાદરા-નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકો પર ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગુજરાતની 26 બેઠકો પૈકી એક બેઠક પર ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. જેના કારણે ગુજરાતમાં માત્ર 25 બેઠકો પર જ મતદાન થશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top