નાનકડી બાળકી રેલિંગ કૂદીને હેતથી ભેટી પડી, મોદીના મોટા ભાઈ હીરાબાને યાદ કરી રડી પડ્યા

0
આજે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. કડક સુરક્ષા હેઠળ પીએમ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પગપાળા જ મતદાન મથક પર જઈ રહ્યા હતા ત્યારે ત્યાં અમુક ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. નાનકડી બાળકી PMને જોઈને ભાવુક થઈ ગઈ હતી અને હેતથી ભેટી પડી હતી તો બીજી તરફ મોદીના મોટા ભાઈ માતા હીરાબાને યાદ કરીને રડી પડ્યા હતા.

                       

મોદીના મોટા ભાઈ પણ મતદાન મથક પર હાજર
PM જ્યારે પગપાળા બૂથ પર મતદાન આપવા માટે આવી રહ્યા હતા ત્યારે તેમના સફેદ કુર્તા-પાયજામા અને હાફ જેકેટ પહેરેલી એક વ્યક્તિ તેમની રાહ જોઈ રહી હતી. વડાપ્રધાને આવતાંની સાથે જ તેમનાં ચરણ સ્પર્શ કર્યા અને તેમની તબિયત વિશે પૂછ્યું, પછી અંદર મત આપવા માટે મથકની અંદર પ્રવેશ્યા. આ વ્યક્તિ છે નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી. સોમાભાઈએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું, ‘પીએમ પોતાની મતદાન સ્લિપ લઈને મતદાન મથક પર પહોંચ્યા અને ત્યાર બાદ તેમણે મતદાન કર્યું. તેઓ વોટ આપીને બહાર નીકળ્યા ને પછી મેં મતદાન કર્યું.’

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top