વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ વડોદરા બેઠકથી ભાજપના ઉમેદવાર ડોક્ટર નથી એવી કલેકટરને રજૂઆત કરી હતી. જેને લઈને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોએ વિરોધ કર્યો હતો. ત્યારે ઈન્ડિયન ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીને આજે (છઠ્ઠી મે) રજૂઆત કરી હતી. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોનું કહેવું છે કે, જો કોંગ્રેસ માફી નહીં માગે તો અમે આવતીકાલે (સાતમી મે) ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરીશું.'

ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરોની ચીમકી
વડોદરા બેઠકથી ભાજપ ઉમેદવારે ફિઝિયોથેરાપિસ્ટ હોવા છતાં પોતાના નામની આગળ ડોક્ટર લગાડ્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અનુસાર ફિઝિયોથેરાપિસ્ટ નામની આગળ ડોક્ટર લખી શકે નહીં એવી રજૂઆત શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. આ મામલે આજે (છઠ્ઠી મે) રાષ્ટ્રીય ફિઝિયોથેરાપિસ્ટ સંગઠન દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ દ્વારા માફી માંગે તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જો કોંગ્રેસ માફી નહીં માંગે તો કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

.png)