વ્યારા : સાફ સફાઈ ના અભાવે જળ કુંભીનું સામ્રાજ્ય, નગર પાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા જાગૃત નગરજનો માં રોષ

0

  • મીંઢોળા નદી હાલ ગંદકી અને જળકુંભીના સામ્રાજ્યને લઈને દુષિત
  •  થોડા દિવસ પહેલા આ નદીમાં વસતા માછલાઓના મોટી સંખ્યામાં મોત નીપજ્યા હતા
  • નગર પાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા  નગરજનો માં રોષ
વ્યારા નગર માં પસાર થતી મીંઢોળા નદી ના પટ માં સાફ સફાઈ ના અભાવે જળ કુંભી નું સામ્રાજ્ય અને મીંઢોળા નદીના ઉપરવાસ માં ખાનગી એકમો નું દૂષિત પાણી ના કારણે ગંદકી માં વધારો થવા છતાં નગર પાલિકા દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા જાગૃત નગરજનો માં રોષ વ્યાપી રહ્યો છે. વ્યારા નગરની વચ્ચે પસાર થતી મીંઢોળા નદી હાલ ગંદકી અને જળકુંભીના સામ્રાજ્યને લઈને દુષિત થઈ રહી છે.જેને લઈને થોડા દિવસ પહેલા આ નદીમાં વસતા માછલાઓ ના મોટી સંખ્યામાં મોત નીપજ્યા હતા મીંઢોળા નદીમાં ઉપરવાસમાં ખાનગી એકમોમાં દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી કોઈપણ જાતના શુદ્ધીકરણ વગર નદીમાં છોડી દેવાને લઈને નદીની અંદર પાણીની ગુણવત્તામાં ઘટાડો થઈ ગયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top