લોકસભા 2024 ની ચૂંટણીના ત્રીજા તબક્કનું મતદાન શાંતિપૂર્ણ રીતે થયું, કોઈપણ તકલીફ વગર મતદાન થતાં આદિવાસી બહુલ વસ્તીવાળા વિસ્તારોમાં વહેલી સવારથી સતત મતદાન કરવા મતદારોનો ધસારો રહ્યો હતો. નર્મદા જિલ્લાના 616 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થતા તંત્રમાં એક ખુશીની લહેર પણ ફેલાઈ હતી.
નર્મદા જિલ્લામાં ફરી એકવાર ત્રીજા તબક્કામાં અને ગુજરાત રાજ્યમાં રાજ્યમાં નર્મદા જિલ્લો મતદાનમાં અગ્રેસર રહ્યો હતો. જિલ્લામાં સરેરાશ 82% મતદાન નોંધાયું છે. મતદાન પૂર્ણ થતાં આશરે મતદાન નાંદોદ વિધાનસભા(છોટાઉદેપુર) - 72.96% અને ડેડીયાપાડા વિધાનસભા (ભરૂચ) 83.95% નોંધાયું છે. નર્મદા જિલ્લામાં 45 ડિગ્રી તાપમાન હોય તમામ મથકોમાં હિટવેવની અસર પણ જોવા મળી છતાં આદિવાસી વિસ્તારોમાં સૌથી ઊંચું મતદાન જોવા મળ્યું હતું. જ્યારે રાજપીપળા શહેરમાં નીચું મતદાન થયું. મતદાન પૂર્ણ થતાં EVM મશીનો શીલ થયા. મોડી રાત્રે EVM મશીનો છોટાઉદેપુર અને ભરૂચનાં સ્ટ્રોંગ રૂમોમાં પહોંચાડી દેવામાં આવ્યા હતા. હવે 4 જૂનના રોજ જોવા મળશે કે મતદારો કોને પસંદ કર્યા અને કોને જાકારો આપ્યો છે.
.png)

.png)