Lok Sabha Election 2024: સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત

0
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની જીત થઈ છે. સુરતમાં બે દિવસ ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે લોકસભામાં ભાજપે પહેલી જીત નોંધાવી છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીને લઈને ભાજપે વાંધા અરજી દાખલ કરી હતી. ત્યારબાદ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. સુરતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસના લોકસભા ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ 9 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં અપક્ષ અને અન્ય પાર્ટીના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા. જેમાંના એક બસપા ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ પણ ફોર્મ પરત ખેંચ્યું હતું. જેને લઈને સુરત બેઠક પર ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. નોંધનીય છે કે, ગુજરાતની 26 બેઠકમાંથી હવે 25 બેઠક પર જ ચૂંટણી યોજાશે. 

સુરત લોકસભા દેશની પહેલી બિનહરીફ બેઠક બની
સુરતમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. બસપા સહિતના તમામ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. લોકસભામાં ભાજપની પહેલી જીત થઈ છે. આ સાથે સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની છે. આમ, ભાજપે મોટું ઓપરેશન પાર પાડીને ઈતિહાસ રચ્યો છે. જ્યારબાદ ભાજપના નેતાઓ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ, પૂનમબેન માડમ અને કિરીટ પરમારે શુભેચ્છા પાઠવી છે. તો કોંગ્રેસ નેતાઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ કહ્યું કે, 'કોંગ્રેસની ભૂલનું આ પરિણામ છે.' તો પરેશ ધાનાણીએ કહ્યું કે, સુરતની પહેલી ઘટના નથી અને છેલ્લી પણ નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top