લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અન્વયે આગામી 7મી મેના રોજ તાપી જિલ્લામાં મતદાન થનાર છે. ત્યારે તાપી જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ/ કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.
ગત તા.29/04/2024 પ્રથમ દિવસે 23-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના 171-વ્યારા અને 172-નિઝર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો મળી કુલ 323 અધિકારી/કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી.
ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ 23-બારડોલી સંસદીય મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ 171-વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ/કર્મચારીઓનું મતદાન કરવા માટે તરણકુંડ નગરપાલિકા, વ્યારા તેમજ 172-નિઝર વિધાનસભા મતવિસ્તાર માટે આદર્શ કુમારશાળા રેસ્ટ હાઉસની સામે સોનગઢ ખાતે ફેસીલીટેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે.


.png)