નવસારીમાં પ્રથમવાર માર્કેટમાં હજાર મણથી વધુ કેરી ઠલવાઇ

0
નવસારી માર્કેટયાર્ડમાં એપ્રિલે પૂરો થવા આવ્યો ત્યારે કેરીની આવક વધી 1 હજાર મણને પાર કરી હતી. નવસારી પંથકમાં કેરીનો મબલક પાક લેવાય છે, જેમાંનો ઘણો જથ્થો અહીંની એપીએમસીના મોરારજી દેસાઇ માર્કેટયાર્ડમાં આવે છે. ગત સાલ તો એપ્રિલ શરૂ થતા જ જથ્થો માર્કેટયાર્ડમાં આવવા લાગ્યો હતો.



9 એપ્રિલ સુધીમાં તો 1 હજાર મણ કેરીની આવક થઇ ગઇ હતી. જોકે ચાલુ સાલ સિઝન મોડી છે. ચાલુ સાલ છેલ્લા અઠવાડિયાથી જ નોંધનીય જથ્થો આવવાની શરૂ થઇ હતી, જે 29મીને સોમવારે પ્રથમવાર 1 હજાર મણથી વધુ કેરી આવી હતી. 1308 મણ કેરી આવી, જેમાં કેસરનો મણનો ભાવ 1405થી 2255 રૂપિયા સુધી બોલાયો હતો. આગામી દિવસોમા વધુ જથ્થો આવી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top