સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગનો મામલો, મુંબઈ ક્રાઈમ બ્રાંચે બંને આરોપીઓને ભુજમાંથી ઝડપ્યા

Study Material
0
બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસે ફાયરિંગના બંને આરોપીઓની ગુજરાતમાંથી ધરપકડ કરી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.




ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓની ધરપકડ કરી

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે રવિવારે સવારે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની જવાબદારી લીધી હતી. પોલીસ આ અંગે પણ કડક પૂછપરછ કરશે. પોલીસની એક ટીમ ગુજરાત આવીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

બંને આરોપીઓ બિહારના રહેવાસી

સૂત્રો માથી મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભુજના માતાના મઢ નજીકથી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ વિકી ગુપ્તા (ઉંમર 24) અને સાગર (21 વર્ષ) તરીકે થઈ છે. બંને આરોપીઓ બિહારના ચંપારણના રહેવાસી હોવાનું સુત્રો પાસેથી જણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા બાઇક સવારોએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top